વિદ્યાર્થીનીઓ અને મહિલા કર્મચારીઓ માટે જીટીયુ આયોજીત સ્વ-રક્ષણ તાલીમને બોહળો પ્રતિસાદ સાંપડ્યો.

વિદ્યાર્થીનીઓ અને મહિલા કર્મચારીઓ માટે જીટીયુ આયોજીત સ્વ-રક્ષણ તાલીમને બોહળો પ્રતિસાદ સાંપડ્યો.

સમાજસેવાના પ્રત્યેક કાર્યમાં જીટીયુ હરહંમેશ કાર્યરત રહ્યું છે. વર્તમાન સમયમાં દરેક વિદ્યાર્થીનીઓ અને મહિલા કર્મચારીઓએ આત્મરક્ષણની તાલીમ મેળવવી જ જોઈએ.

                                   -પ્રો. ડૉ. નવીન શેઠ

                                    કુલપતિ , જીટીયુ

37 થી વધુ સંલગ્ન સંસ્થાની 3500 જેટલી વિદ્યાર્થીનીઓએ તાલીમ મેળવી.

અમદાવાદ | ગુરૂવાર , સમાજમાં જોવા મળતી કેટલીક અનિચ્છનીય ઘટનાઓ અને અસામાજીક તત્વોને કારણોસર દરેક મહિલા અને વિદ્યાર્થીનીઓને આત્મરક્ષણના પાઠ શીખવા વર્તમાન સમયની જરૂરીયાત છે. જેને અનુલક્ષીને તાજેતરમાં જ સમાજસેવાના ભાગરૂપે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા પરિપત્ર કરીને તમામ સંલગ્ન કૉલેજની વિદ્યાર્થીનીઓ માટે વિનામૂલ્યે સ્વ-રક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે,  સમાજસેવાના પ્રત્યેક કાર્યમાં જીટીયુ હરહંમેશ કાર્યરત રહ્યું છે. વર્તમાન સમયમાં દરેક વિદ્યાર્થીનીઓ અને મહિલા કર્મચારીઓએ આત્મરક્ષણની તાલીમ મેળવવી જ જોઈએ. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે જીટીયુ સ્પોર્ટ્સ વિભાગના સમાજ ઉપયોગી આ ઉમદા કાર્યને બિરદાવીને સ્પોર્ટ્સ ઓફિસર ડૉ. આકાશ ગોહિલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.

1 મહિના જેટલા ટૂકાં ગાળામાં જીટીયુ સંલગ્ન 37થી વધુ કૉલેજોની 3500થી વધુ વિદ્યાર્થીની અને મહિલા કર્મચારીઓને જીટીયુ દ્વારા નિયુક્ત તજજ્ઞો દ્વારા વિનામૂલ્યે 1 સપ્તાહની તાલીમ આપવામાં આવી છે. આગામી દિવસોમાં અન્ય સંલગ્ન સંસ્થાઓ ખાતે પણ આ પ્રકારની તાલીમનું આયોજન જીટીયુ દ્વારા કરવામાં આવશે. તાલીમના કારણોસર વિદ્યાર્થીનીઓ આત્મરક્ષણનું જ્ઞાન તો મેળવ્યું જ છે, સાથે-સાથે જુડો , કરાટે, ટાઈક્વોન્ડો જેવી માર્શલ આર્ટ્સની વિવિધ રમતો પ્રત્યે પણ તેમની રૂચી કેળવાઈ હોવાથી આગામી સમયમાં જીટીયુની વિદ્યાર્થીનીઓ આ ક્ષેત્રે પણ દેશનું નામ રોશન કરશે એમાં શંકાને સ્થાન નથી. સાપ્તાહિક તાલીમની અંતે કાયમી ધોરણે પણ દરેક સંસ્થામાં આ પ્રકારના વર્ગોનું આયોજન જીટીયુ અને સંલગ્ન કૉલેજના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવશે.

Leave a comment