જીટીયુ ડીપ ટેક, બાયોટેક્નોલોજી અને બાયોમેડિકલના ક્ષેત્રે રાજ્યનું સૌપ્રથમ અટલ ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે

આઈઆઈટી-મુંબઈ, એલ.એમ. ફાર્મસી કૉલેજ અને એક્યુપ્રેક રિસર્ચ લેબ્સ સાથે જીટીયુના કરાર અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ડીપ ટેક (આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ), આરોગ્ય, બાયોટેકનોલોજી અને બાયોમેડિકલના ક્ષેત્રમાં રાજ્યનું સૌપ્રથમ અત્યાધુનિક અટલ ઈન્ક્યુબેશન સેન્ટર…

જીટીયુ પ્રેરિત ત્રણ સ્ટાર્ટ અપ પ્રોજેક્ટોએ વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ એન્ડ ટેકનોલોજી સમીટ ગ્રાન્ડ ચેલેન્જમાં રૂ. 36 લાખના ઇનામો જીત્યા

અમદાવાદ: ગાંધીનગરમાં ત્રણ દિવસ માટે યોજાઈ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ એન્ડ ટેકનોલોજી સમીટ 2018ની ગ્રાન્ડચેલેન્જમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી પ્રેરિત ત્રણ ઇનોવેટિવ પ્રોજેક્ટ ઝળક્યા હતા. તે ત્રણેય પ્રોજેક્ટની ટીમોએ કુલ રૂ. 36લાખના ઇનામો જીત્યા હતા. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ એન્ડ ટેકનોલોજી સમીટ 2018નું ઉદઘાટન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યુંહતું. જેમાં ગ્રાન્ડ ચેલેન્જ વિભાગમાં ઈનોવેટીવ સ્ટાર્ટ અપ પ્રોજેક્ટોનું પ્રદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાંજીટીયુ પ્રેરિત ત્રણ સ્ટાર્ટ અપ 16 પ્રોજેક્ટોની ફાઈનલમાં મેદાન મારી ગયા હતા. તે ઈનોવેટીવ  પ્રોજેક્ટોમાં કૌસ્તુભ મોડના સ્ટાર્ટ અપમોડ ઈનોવેશન એલએલપી, મનન પટેલ અને અંજીલ જૈનના પ્રોજેક્ટ વિનસ્પાયર એગ્રોટેક તેમજ ધવલ પટેલ અને દિપ લોઢારીનાપ્રોજેક્ટ ઑલ ધેટ ડીપ્સનો સમાવેશ થાય છે. જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. ડૉ નવીન શેઠે પુરસ્કાર વિજેતા ટીમોને અભિનંદન આપતા કહ્યું હતું કે જીટીયુ ઈનોવેશન કાઉન્સિલઘણા વર્ષોથી ઈન્ક્યુબેશન કામગીરી બજાવી રહી છે. તેને વધુ મજબૂત બનાવવા સુરત, રાજકોટ અને વડોદરા ખાતે પ્રાદેશિકઈન્ક્યુબેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ પારિતોષિકો પ્રાપ્ત થયા તે બદલ જીટીયુ ઈનોવેશન કાઉન્સિલના નિયામક  હિરણ્મયમહંતાના માર્ગદર્શન હેઠળ કાર્યરત પ્રાધ્યાપકો અને મેન્ટર ટીમને અભિનંદન આપું છું. પ્રોજેક્ટો વિશે: મોડ ઈનોવેશન એલએલપી: આ સ્ટાર્ટ અપ પ્રોજેક્ટમાં એવું મશીન વિકસાવવામાં આવ્યું છે કે જેના વડે પ્લાસ્ટર કામ, છતનુ વોટરપ્રુફીગ વગેરે કામગીરી આસાન અને ઝડપી બની શકે. તેનાથી કારીગર અને બિલ્ડર બંનેને ફાયદો થાય એવો વ્યૂહ અપનાવવામાંઆવ્યો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના ત્રણ રાજ્યોમાં મોટા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટોમાં આ મશીનની માંગ વધી છે. ઑલ ધેટ ડીપ્સ: આ ઈનોવેટીવ પ્રોજેક્ટમાં કુદરતી સંસાધનોમાથી બનાવવામાં આવેલી ખાદ્યસામગ્રીનો સમાવેશ થાય છે. તેનીવાનગીઓમાં મેક્સિકન, અમેરિકન અને અરેબિયન ફૂડનો સમાવેશ થાય છે. વિનસ્પાયર એગ્રોટેક: આ પ્રોજેક્ટને કૃષિમા ઘણી સફળતા મળી છે. તેમાં ખેતીના પરંપરાગત ઓજારોનું સ્થાન લઈ શકે તેમજ સમયઅને નાણાંની બચત થાય એવી વ્યવસ્થા મશીન  વડે કરવામાં આવી છે.

જીટીયુના સમાજ ઉપયોગી કાર્યક્રમોની રાષ્ટ્રીયસ્તરે કદર 17 રાજ્યોની 650 શૈક્ષણિક સંસ્થાઓમાંથી આઈડીએ એજ્યુકેશન એવોર્ડ જીટીયુને હાંસલ

અમદાવાદ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના સમાજ ઉપયોગી કાર્યક્રમોની રાષ્ટ્રીય સ્તરે કદર થઈ છે. નવી દિલ્હીમાં યોજાયેલી શિક્ષણ અને કૌશલ્યો માટેની એશિયન  શિખર પરિષદમાં 17 રાજ્યોની 650 શૈક્ષણિક સંસ્થાઓમાંથી આઈડીએ એજ્યુકેશન એવોર્ડ જીટીયુને હાંસલ થયો હતો. 15દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં મોરેશિયસના શિક્ષણ મંત્રી…