જીટીયુ અને વિજ્ઞાન ગુર્જરીના સંયુક્ત ઉપક્રમે સ્ટુડન્ટ ઈનોવેશન ફેસ્ટનું આયોજન કરાયું.

જીટીયુ અને વિજ્ઞાન ગુર્જરીના સંયુક્ત ઉપક્રમે સ્ટુડન્ટ ઈનોવેશન ફેસ્ટનું આયોજન કરાયું.

વિદ્યાર્થીઓમાં ટેક્નિકલ જ્ઞાનનો વધારો થાય તથા ઈનોવેશન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળી રહે તે માટે આ પ્રકારના ઈનોવેશન ફેસ્ટ ખૂબ જ મદદરૂપ થશે.

                                       -પ્રો. ડૉ. નવીન શેઠ

                                         કુલપતિ , જીટીયુ

 ટેક્નોલોજી આધારીત ખેતી , વિજળીના થાંભલા પર કરંટ ડિટેક્ટ કરતું ડિવાઈસ અને રીમોટ મોનિટરીંગના આઈડિયાઝને ટોપ-3માં સ્થાન મળ્યું.

અમદાવાદ | બુધવાર, ટેક્નિકલ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સતત કાર્યરત રહે છે. તાજેતરમાં જ જીટીયુ અને વિજ્ઞાન ગુર્જરીના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં ટેક્નોલોજી પ્રત્યે રુચી વધે તે માટે “ સ્ટુડન્ટ ઈનોવેશન ફેસ્ટનું” આયોજન ડિજીટલ માધ્યમ થકી કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટનો મુખ્ય હેતુ સ્વદેશી સાયન્સ મૂવમેન્ટને પ્રોત્સાહન મળી રહે, આ ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રેનો ટેક્નોલોજીક આધારીત વિકાસ અને સામાજીક સશસ્ત્રીકરણ કરવાનો છે. વિજેતા વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમાએ રૂબરૂ મુલાકાત આપીને બિરદાવ્યા હતાં. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં ટેક્નિકલ જ્ઞાનનો વધારો થાય તથા ઈનોવેશન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળી રહે તે માટે આ પ્રકારના ઈનોવેશન ફેસ્ટ ખૂબ જ મદદરૂપ થશે.  જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં. આ પ્રસંગે વિજ્ઞાન ગુર્જરીના શ્રી પ્રશાંત કુંજડીયા, શ્રી વિદ્યાધર વૈધ પણ હાજર રહ્યા હતાં.  

સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટમાં વિધાર્થીઓ દ્વારા બનાવેલ હાર્ડવેર, સોફ્ટવેર તથા સમાજ ઉપયોગી થાય તેવા વિચારો રજૂ કરવામાં આવ્યા હતાં. 220 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતાં પ્રથમ સ્થાન માટે ટેક્નોલોજી આધારીત અદ્યતન ખેતી કરીને વધુ પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકાય તેવી ટેક્નોલોજી પર આધારીત કૃપા પવારના આઈડિયાઝને સ્થાન અપાયું હતું, ઋત્વિક પટેલના આઈડિયાઝને દ્રિતિય સ્થાન પ્રાપ્ત થયું છે. જેમાં પૂર કે વરસાદની સીઝનમાં વિજળીના થાંભલા પરથી  કરંટ ઉતરવાથી જાનહાની જેવી દુર્ધાટના બનતી હોય છે. જે ના બને તેનું  ડિટેક્ટ કરતું ડિવાઈસનો આઈડિયાઝ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે સચીન રાઠોડ અને જે.બી. ઉપાધ્યાયના રીમોટ મોનિટરીંગ ટેક્નોલોજીના  આઈડિયાઝને તૃતિય સ્થાન મળ્યું છે. વધુમાં વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય તે માટે તજજ્ઞો દ્વારા વિવિધ ટેક્નિકલ વિષય પર 16 થી વધુ વેબિનાર યોજીને માગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં હાલની અદ્યતન ટેક્નોલોજી અને ભવિષ્યમાં આવનારી ટેક્નોલોજી પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીઝ ટ્રેનીંગની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. જીટીયુના કુલપતિ અને કુલસચિવશ્રીએ સફળ આયોજન બદલ કો-ઓર્ડિનેટર શ્રી જીગ્નેશ બોરીસાગર અને ડૉ. વૈભવ ભટ્ટને અભિનંદન પાઠવ્યા હતાં.

Leave a comment