જીટીયુ હવે વડોદરા, સુરત અને રાજકોટમાં સ્ટાર્ટઅપ પ્રાદેશિક કેન્દ્રો વિકસાવવા પર ખાસ ધ્યાન આપશે

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે વડોદરા, સુરત,રાજકોટ અને અમદાવાદ માં જીટીયુ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સેન્ટર પ્રાદેશિક કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રાદેશિક કેન્દ્રો વિદ્યાર્થીઓને ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રેરે છે અને જરૂરી તમામ સહાય પુરી પાડવાનું કાર્ય કરે છે જેમકે કો -વર્કિંગ સ્પેસ, ટેકનિકલ માર્ગદર્શન અને ફંડિંગ (નાણાંકીય સહાય) વગેરે આ કેન્દ્રો પૂરા પાડે છે અને જરૂરી તાલીમ પણ આપે છે. જીટીયુએ હવે સ્ટાર્ટ અપના પ્રાદેશિક કેન્દ્રો વિકસાવવા પ્રત્યે ખાસ ધ્યાન આપશે, એમ જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડો) નવીન શેઠે જણાવ્યું હતું.

ગુજરાત સરકારનીસ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસીમાં જીટીયુને ગ્રાન્ટનો લાભ મળી જ રહ્યો છે. તે ઉપરાંત નીતિ આયોગે જીટીયુને અટલ ઈન્ક્યુબેશન સેન્ટર શરૂ કરવા રૂ. દસ કરોડની ગ્રાન્ટ માટે પસંદ કરી છે. ગુજરાતમાં પાંચ સંસ્થાઓને આ કાર્યક્રમ હેઠળ પસંદ કરાઈ છે. આ ગ્રાન્ટના ઉપયોગથી જીટીયુ અત્યાધુનિક ફેબલેબનું નિર્માણ કરશે. તે ઉપરાંત ઈનોવેટીવ પ્રોજેક્ટોને તાલીમ અને સહાય પણ પૂરી પાડવાની યોજના છે, એમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વડોદરામાં જીટીયુ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સેન્ટર ની મુલાકાત લીધી હતી. તેમણે જીટીયુ રિજનલ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન કેન્દ્રના કો-ઓર્ડીનેટર્સ સાથે ઇનોવેશન અને સ્ટાર્ટઅપના સંદર્ભે થતા કાર્યોની સમીક્ષા પણ કરી હતી. તેણે દૃષ્ટાન્તો દ્વારા વિદ્યાર્થીઓને ઇનોવેશનના વિષય માં પ્રેરિત કર્યા હતા. તેમણે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી અંતર્ગત સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ કંટ્રોલ સિસ્ટમ,માય ડ્રાયર અને ડૈમલર જેવા ઇનોવેટિવ પ્રોજેક્ટસને નાણાકીય સહાયના ચેકનું વિતરણ કર્યું હતું.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s