પૂણેમાં વેસ્ટ ઝોન યુથ ફેસ્ટિવલમાં જીટીયુ 38 સભ્યોની ટીમ મોકલશે

અમદાવાદ: પૂણેમાં આગામી ડિસેમ્બર મહિનામાંયોજાનારા વેસ્ટ ઝોન યુથ ફેસ્ટિવલમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) 38સભ્યોની ટીમ મોકલશે એવું જાણવા મળ્યું છે.

યુથ ફેસ્ટિવલમાં ભાગ લેવા જવા ઈચ્છતાંવિદ્યાર્થીઓ માટે વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનિયરિંગ કોલેજ તેમજ જીટીયુનાચાંદખેડા કેમ્પસમાં પસંદગી શિબિર યોજવામાં આવી હતી. તે શિબિરમાં અંદાજે 700 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સંગીત, નૃત્ય, સાહિત્ય, નાટ્ય સહિતની વિવિધકેટેગરીમાં વિદ્યાર્થીઓએ ઉજળો દેખાવ કર્યો હતો. તેમાંથી પસંદ કરવામાં આવેલા 38 વિદ્યાર્થી ભાઈ – બહેનોનેવેસ્ટ ઝોન યુથ ફેસ્ટિવલમાં પુણે મોકલવામાં આવશે, એવીમાહિતી જીટીયુના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર પ્રો.(ડૉ) એસ ડી પંચાલે આપી હતી. આ બાબતની તૈયારીઓ જીટીયુ યુથ ફેસ્ટીવલ ક્ષિતીજ 2018-19થી કરવામાં આવી હતી. જેમાં પ્રત્યેક ઝોનમાંથી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓનેરાજ્યસ્તરે ફાઈનલ ક્ષિતીજમાં તક અપાઈ હતી. વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાનેઝળકાવવાનું મંચ પૂરૂં પાડવા આ વખતે 25 પ્રકારની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં ગીત-સંગીતની સ્પર્ધાઓમાં શાસ્ત્રીયકંઠ્ય સંગીત (હિન્દુસ્તાની કે કર્ણાટકી), શાસ્ત્રીય વાદ્ય સંગીત, હળવું કંઠ્ય સંગીત (ભારતીય), પશ્ચિમી કંઠ્ય સંગીત, ભારતીય વૃંદગીત (સમૂહગાન), પશ્ચિમી વૃંદગીત (સમૂહગાન), લોકસંગીત ઓરકેસ્ટ્રા, પશ્ચિમી વાદ્યસંગીત વગેરેનો સમાવેશ થતો હતો. નૃત્યની કક્ષામાં લોકનૃત્ય અનેશાસ્ત્રીય નૃત્યની કેટેગરી રાખવામાં આવી હતી. તે ઉપરાંત ક્વિઝ, વકતૃત્વ સ્પર્ધા અને ડિબેટ (જૂથચર્ચા)વગેરે સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. પરફોર્મીંગ આર્ટમાં એકપાત્રીય અભિનય, સ્કીટ, માઈમ, મિમિક્રી વગેરે સ્પર્ધાઓરાખવામાં આવ્યા હતા. ફાઈન આર્ટમાં ઓન ધ સ્પોટ પેઈન્ટીંગ, કોલાજ બનાવવા, પોસ્ટર મેકીંગ, ક્લે મોડેલિંગ, કાર્ટૂંન બનાવવા, રંગોળી બનાવવી અને એડ મેકીંગસ્પર્ધા વગેરેનો સમાવેશ થતો હતો. આ વખતે કૉલેજોને ભંડોળ ફાળવણીના ધારાધોરણોમાંસુધારાવધારા કરવામાં આવ્યા હતા. જીટીયુ સંલગ્ન કૉલેજોના લાખો વિદ્યાર્થીઓ દર વર્ષેઆ સાંસ્કૃતિક તથા અન્ય સ્પર્ધાઓમાં ભાગ લે છે. આ વખતે ડિગ્રી અને ડિપ્લોમા કૉલેજોમાટે અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s