લેટેસ્ટ જાપાનીઝ ટેક્નોલોજીના વેલ્ડીંગ મશીન અને રોબોટનું જીટીયુમાં નિદર્શન

અમદાવાદઃ જાપાનની લેટેસ્ટ ટેક્નોલોજીના વેલ્ડીંગ મશીન અને વેલ્ડીંગ રોબોટનું ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ચાંદખેડા કેમ્પસમાં જાપાનીઝ પ્રાધ્યાપકો અને ઔદ્યોગિક નિષ્ણાતોએ હાઈ ટેક ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. જાપાનના અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગ મંત્રાલય તરફથી આ હાઈ પ્રિસીઝન આર્ક વેલ્ડીંગ ટેક્નોલોજીની તાલીમ માટે સહાય આપી હતી.

પાનાસોનિક વેલ્ડીંગ સિસ્ટમ્સ ઈન્ડિયાની ટીમ તરફથી લેટેસ્ટ ટેક્નોલોજીના રોબોટનું પ્રેક્ટીકલ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં કોબેલ્કો અને ઈવાટાની કંપનીના નિષ્ણાતોએ વેલ્ડીંગ અને શિલ્ડીંગ ગેસના લેટેસ્ટ ઉપયોગો વિશે જાણકારી આપી હતી. આ નિદર્શનથી જીટીયુના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને અત્યાધુનિક ટેક્નોલોજી વિશે રસપ્રદ માહિતી મળી હતી. જીટીયુ હાલમાં સેન્ટર ફોર એન્ટરપ્રિનીયૉરશીપ ડેવલપમેન્ટ (સીઈડી) અને કીપસેક એન્જીનિયરીંગના સહયોગથી એલ.ડી. એન્જીનિયરીંગ કૉલેજમાં વેલ્ડીંગનું સેન્ટર ઑફ એક્સેલન્સ ચલાવે છે. તેમાં એન્જીનિયરીંગના ડિગ્રી અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓ તેમજ આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્તરના ટૂંકા ગાળાના કોર્સ ચલાવવામાં આવી રહ્યા છે. તે સેન્ટરમાં ઉપયોગમાં લેવામાં આવી રહેલી સાધનસામગ્રી જર્મનીથી આયાત કરવામાં આવેલી છે, એમ જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે જણાવ્યું હતું.

રોજબરોજના જીવનમાં વેલ્ડીંગનો ઉપયોગ વધ્યો છે. મોટર બનાવવાથી માંડીને ગગનચુંબી ઈમારતોના નિર્માણ, વિમાનથી માંડીને રોકેટ બનાવવા, પાઈપલાઈનથી માંડીને ધોરીમાર્ગોના નિર્માણમાં વેલ્ડીંગનો ઉપયોગ વધ્યો છે. સ્માર્ટ સિટીના સર્જન સહિત માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની કામગીરી મોટાપાયે હાથ ધરવાના આયોજનને પગલે ભારતમાં આગામી છ-સાત વર્ષમાં વેલ્ડરોની માંગ બમણી થશે. વેલ્ડરોની ભવિષ્યમાં ઊભી થનારી તંગીને ધ્યાનમાં લઈને કૌશલ્યો અંગેની તાલીમ તેમજ નવી ટેક્નોલોજીના ઉપયોગથી તેમાં કેવી રીતે રાહત મળી શકે તે વિચારીને જીટીયુ તરફથી સેન્ટર ઑફ એક્સેલન્સ સ્થાપવામાં આવ્યું છે, એમ જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર ડૉ. એસ.ડી.પંચાલે જણાવ્યું હતું. સીઆઈઆઈ તરફથી જાપાનના નિષ્ણાતોનો ટેક્નિકલ સેમિનાર અને વર્કશોપ યોજવામાં આવ્યા હતા, જેમાં તેમણે આ માહિતી આપી હતી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s