યોગ એ મનુષ્ય જીવનનું અવિભાજય અંગ છે: નવીન શેઠ

જીટીયુ ચાંદખેડા કેમ્પસ ખાતે વિશ્વ યોગ દિવસની ઉલ્લાસભેર ઉજવણી

અમદાવાદ: ગુજરાત રાજ્યની સૌથી મોટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે આજરોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જીટીયુનો સ્ટાફ તેમજ વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અંદાજીત ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. જીટીયુ દ્વારા વર્ષ ૨૦૧૫થી વિશ્વયોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે જીટીયુ સલગ્ન ૪૪૦ કોલેજોને પરિપત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી તેનો અહેવાલ આપવાનું જણાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જીટીયુનાં કુલપતી પ્રો.(ડૉ) નવીન શેઠે જણાવ્યું કે યોગ દરેક મનુષ્યના જીવનનું અવિભાજ્ય અંગ છે.યોગ દ્વારા શરીરને રોગમુક્ત તેમજ તણાવમુક્ત રાખી શકાય છે. આજના વ્યસ્તતાભર્યા જીવનમાં લોકોએ દરરોજ ઓછામાં ઓછા ૩૦ મીનીટસ યોગ કરવા જ જોઈએ. જીટીયુ લોકોને ઉપયોગી દરેક કાર્યક્રમમાં હંમેશા અગ્રેસર રહેશે તેવી ખાતરી આપી હતી. તેઓએ યોગ દિવસમાં ઉત્સાહ સાથે ભાગ લેવા માટે બધાનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a comment