અમેરિકાના એજ્યુકેશન અને કલ્ચરલ એક્ષચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ભારતની એકમાત્ર જીટીયુની પસંદગી

અમેરિકાના ફુલબ્રાઇટ એજ્યુકેશન અને કલ્ચરલ એક્ષચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ભારતની એકમાત્ર યુનિવર્સીટીમાં જીટીયુની પસંદગી કરવામાં આવેલ છે. આ ફુલબ્રાઇટ પોગ્રામ અંતર્ગત ઈલિનોઈસ સ્ટેટ યુનિવર્સિટીનાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનોલોજીના પ્રોફેસર(ડો.) અનુ ગોખલેને જીટીયુ ખાતે ૪૨ દિવસ માટે અમેરિકાથી ડેપ્યુટ કરેલ છે.

અમેરિકા દ્વારા ચલાવવામાં આવતા આ ફુલબ્રાઇટ કાર્યક્રમ અન્વયે શૈક્ષણિક ટ્રેનીંગ અને સંસ્થાકીય આયોજન માટે સલાહકાર જે તે દેશની પસંદગી પામેલ યુનિવર્સિટીમાં મોકલવામાં આવે છે. આ ફુલબ્રાઇટ સ્પેશિયાલિસ્ટ માટે જીટીયુ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી જેને ફુલબ્રાઇટ પ્રોગ્રામ હેથળ સ્વીકારવામાં આવી હતી અને જીટીયુની પસંદગી થયેલ છે.

આ પ્રોગ્રામ અંતર્ગત ડો. અનુ ગોખલે ૨૦ જૂન-૨૦૧૭ ના રોજ જીટીયુ ખાતે આવેલ છે અને જીટીયુના માનનિય વાઇસ ચાન્સેલર શ્રી પ્રો.ડો.નવીન શેઠ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ડો. અનુ ગોખલેને ૨૫ વર્ષનો યુનિવર્સિટીમાં ભણાવવાનો અનુભવ ઉપરાંત તેમને ૨૦૧૧ નો યુનિવર્સિટી આઉટસ્ટેન્ડીંગ રિસર્ચ એવોર્ડ મળેલ છે અને સેન્ટર ફોર એપ્લાઇડ ઇન્ફોર્મેશન સિસ્ટમ અને ટેકનોલોજીના એસોસિએટ ડાયરેક્ટર પણ છે.

તેમની લખેલી બુક ઇન્ટ્રોડક્શન ટુ ટેલિકોમ્યુનિકેશન જેને હાલમાં ચાઇનીઝ ભાષામાં પણ મુકવામાં આવી છે.  ડો. અનુ ગોખલેએ આ ઉપરાંત વિશ્વની વિવિધ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં કમ્પ્યુટિંગ, ઇન્ફોર્મેશન સિસ્ટમ મેનેજમેન્ટ ઉપર એક્સ્પર્ટ સ્પીકર તરીકે પોતાનું જ્ઞાન વિતરિત કરેલ છે. આ ઉપરાંત IEEE દ્વારા તેમને ત્રીજા મિલેનિયમ મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.

ડો. અનુ ગોખલે  ફુલબ્રાઇટ પ્રોગ્રામ હેઠળ જીટીયુ દ્વારા શરૂ કરવામાં આવેલ નવા માસ્ટર ઓફ એન્જિનિયરિંગ  ( સાયબર સિક્યુરિટી) કોર્સના અભ્યાસક્રમ માટે તેમનું આગવું માર્ગદર્શન આપશે તેમજ ગુજરાત રાજ્યની જીટીયુ સંલગ્ન કોલેજોમાં મોબાઇલ કોમ્પ્યુટિંગ, કલાઉડ કમ્પ્યુટિંગ અને ડેટાબેઝ અલગોરીધમ પર એક્ષપર્ટ સેમિનાર આપવાનું પણ આગામી દિવસોમાં યુનિવર્સિટી દ્વારા આયોજન કરવામાં આવશે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s