જીટીયુ દ્વારા ૨૯મા પેટન્ટ ક્લિનિક વર્કશોપનું આયોજન: ૯૦થી વધારે સંશોધકો જોડાયા.

દેશભરમાં અભ્યાસ-સંશોધન ક્ષેત્રે ઊંચી નામના પ્રાપ્ત કરી ચૂકેલી ગુજરાતની સૌથી મોટી વિશ્વવિધ્યાલય- જીટીયુ દ્વારા તાજેતરમાં એક પેટન્ટ ક્લિનિક વર્કશોપ યોજાઇ ગયો.

જીટીયુના ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામના ભાગરૂપે યોજાયેલા આ બે દિવસીય કાર્ય-શિબિરમાં જીટીયુ સાથે જોડાયેલી અને નહીં જોડાયેલી એવી ફાર્મસી કોલેજના અભ્યાસુ પ્રાધ્યાપકો, ફાર્મસી ઉદ્યોગમાં સંશોધન કરતા વ્યાવસાયિકો, સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓનાં મળીને ૯૦ થી વધારે અભ્યાસી-સંશોધકોએ ઉપસ્થિત રહી નિષ્ણાતો પાસેથી પોતાના સંશોધનોની પેટન્ટ કઇ રીતે રજિસ્ટર કરાવી શકાય તે અંગેનું વિગતવાર માર્ગદર્શન મેળવ્યું હતું.

આ અગાઉ યોજાઇ ગયેલા ૨૭મા અને ૨૮મા કાર્ય-શિબિરના તથા આ શિબિરના મળી કુલ ૨૫થી ૩૦ પેટન્ટ રજીસ્ટર થવાની આયોજકોને આશા છે. એક્યુપ્રેક રિસર્ચ પ્રા.લિમિટેડના ડો. મનીષ રાંછ તથા સીઆઇઆઇ(ગુજ. ચેપ્ટર)નાં  શ્રી અનિલ પાંડેએ આ વર્કશોપમાં નિષ્ણાત તરીકે સેવાઓ આપી હતી, તો જીટીયુના વાઇસ ચાન્સેલર પ્રો.ડો. શ્રી નવીન શેઠના માર્ગદર્શન હેઠળ ફાર્મસી સેક્શનના હેડ પ્રો. અમિત પટેલે શિબિરને સફળ બનાવવામાં ભારે જહેમત ઉપાડી હતી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s