જીટીયુ સમાજ ઉપયોગી અને ઉત્કૃષ્ટ રિસર્ચ પર ફોકસ કરશે

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સમાજ ઉપયોગી અને ઉત્કૃષ્ટ રિસર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરશે, એમ જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે જણાવ્યું હતું. તેમણે એમ.ફાર્મના ડિઝર્ટેશન પરીક્ષાના પ્રારંભ વેળાએ વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને ફાર્મસી ઉદ્યોગના પ્રતિનિધિઓને સંબોધતા આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રિસર્ચ વર્ક કરતી વખતે મનમાં ફક્ત પેપર પ્રેઝન્ટેશનનો જ વિચાર કરવાને બદલે સમાજની સમસ્યાઓ અંગે પણ વિચાર કરો. ડિઝર્ટેશન પૂરૂં થાય એટલે પરીક્ષા પૂરી એવું વિચારવાને બદલે સતત નવું નવું શિખતા રહો. વૈશ્વિક રિસર્ચમાં ભારતનો હિસ્સો ઓછો છે, તેને વધારવા જીટીયુ તરફથી શક્ય એટલા તમામ પ્રયાસો કરવામાં આવશે.

ફાર્મસી શિક્ષણના ભિષ્મ પિતામહ ગણાતા અને એલ.એમ. ફાર્મસી કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સીપાલ ડૉ. સી.જે. શિશુએ આ પ્રસંગે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે રિસર્ચમાં સુધારો કરવા આપણે આપણી પદ્ધતિમાં ફેરફાર કરવાની આવશ્યકતા છે. તો જ આપણને પ્રોત્સાહક પરિણામો મળશે. ભારત વિશિષ્ટતાઓથી ભરપૂર દેશ છે અને આપણે વિકાસની કેડીએ આગેકૂચ કરી રહ્યા છીએ, છતાં આપણા દેશમાં આરોગ્યની સ્થિતિ નબળી છે. આપણો દેશ આરોગ્ય પ્રત્યે કુલ રાષ્ટ્રીય ઉપજનો 1.3 ટકા હિસ્સો જ ફાળવે છે. બીજી બાજુ આપણા વિદ્યાર્થીઓના મોટાભાગના પ્રોજેક્ટ ઉદ્યોગલક્ષી હોય છે, તેને આરોગ્યલક્ષી બનાવવાની આવશ્યકતા છે. ભારતમાં ક્ષયરોગના દર્દીઓનું પ્રમાણ અને તે બીમારીથી મૃત્યુ પામનાર દર્દીઓનું પ્રમાણ ઘણું વધારે છે. આવી બધી બાબતોમાં કંઈક વિચારવાની જરૂર છે. તે દિશામાં પ્રયાસો કરવા ફાર્મસીના વિદ્યાર્થીઓ તથા ફાર્મસી કૉલેજોની ભૂમિકા ઘણી મહત્ત્વપૂર્ણ બની રહેશે.

જીટીયુની ફાર્મસી કાઉન્સિલના ડીન અને આણંદ ફાર્મસી કૉલેજના પ્રિન્સિપાલ પ્રો. તેજલ ગાંધીએ એવી માહિતી આપી હતી કે એમ.ફાર્મના વિદ્યાર્થીઓની 11મી મે સુધી ફાઈનલ ડિઝર્ટેશન પરીક્ષા લેવામાં આવશે. છેલ્લા છ વર્ષથી દર વર્ષે લેવામાં આવતી આ પરીક્ષાની માર્ગરેખા અને તેની પ્રક્રિયા વિશે પણ તેમણે જાણકારી આપી હતી. એલ.એમ. ફાર્મસી કૉલેજના પ્રિન્સીપાલ ડૉ. એમ.ટી. છાબરીયાએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું કો-ઓર્ડિનેશન ફાર્મસી વિભાગના ઈન્ચાર્જ અમિત પટેલે કર્યું હતું.

એલ.એમ. ફાર્મસી કૉલેજના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય થિસીસ સ્પર્ધામાં ઝળક્યા

એલ.એમ. કૉલેજ ઑફ ફાર્મસીના એમ. ફાર્મ. અને પીએચડી રિસર્ચ પ્રોજેક્ટોએ રાષ્ટ્રીય થિસીસ સ્પર્ધામાં અવ્વલ સ્થાન હાંસલ કર્યું છે. ટ્રોઈકા ફાર્મા દ્વારા રાષ્ટ્રીય કક્ષાની ફાર્માઈનોવા-2017 સ્પર્ધા તાજેતરમાં યોજવામાં આવી હતી. તેમાં શહેરની એલ.એમ. ફાર્મસી કૉલેજના એમ.ફાર્મના ફાર્માકોલોજી અને ફાર્માકોગ્નોસી સ્પેશ્યલાઈઝેન તેમજ પીએચડીના ફાર્માકોલોજીના વિદ્યાર્થીઓ ઝળક્યા હતા. આ સ્પર્ધામાં નાઈપર સહિતની રાષ્ટ્રીય દરજ્જાની સંસ્થાના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. ફાર્માકોલોજી વિષયમાં વિકાસ ખુમાણ અને તેમના સુપરવાઈઝર ડૉ. એ.એમ. મહેતા તેમજ ફાર્માકોગ્નોસી વિષયમાં તેજલ પટેલ અને તેમના સુપવાઈઝર ડૉ. એમ.વી. શાહને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. પીએચડીમાં કીરંજ ચુડગર અને તેમના સુપરવાઈઝર ડૉ. એ.એ. મહેતાએ ફાર્માકોલોજી વિષયમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s