ઓપન હાઉસ ૨૦૧૭ @ વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ

વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ દ્વારા યોજવામાં આવ્યું રાજ્ય નું સૈાથી નવીન ઓપન-હાઉસ.
(ઓપન હાઉસ ૨૦૧૭ – ઇનોવેશન મીટ ટેકનોલોજી )
આજનાં આ યુગમાં માનવીની જીવનશૈલી ને સરળ બનાવવા ટેકનોલોજી અને નવીનતા ને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદની વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ દ્વારા રાજ્યસ્તરે ઓપન-હાઉસ નું આયોજન કરવામાં આવ્યું છે. આખા રાજ્યની લગભગ ૧૫ થી પણ વધુ સરકારી કોલેજો આ ઓપન-હાઉસ માં ભાગ લઇ રહી છે.
એન્જિનિયરિંગની દરેક શાખાઓ જેવી કે મેકૅનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન્સ, સિવિલ, કેમિકલ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ, કમ્પ્યૂટર, IT વગેરે માંથી લગભગ ૩૦૦ થી પણ વધુ પ્રોજેક્ટ્સની નોંધ લેવામાં આવી છે.
ઓપન-હાઉસ ના પહેલાં દિવસે નિષ્ણાતો દ્વારા દરેક શાખાઓમાંથી સૌથી ઉત્તમ ૫-૧૦ પ્રોજેક્ટ્સ પસંદ કરવામાં આવશે. અને બીજા દિવસે પસંદ થયેલ આ દરેક પ્રોજેક્ટ્સ નું નિષ્ણાતો દ્વારા ઉચિત નિરીક્ષણ બાદ તેમાંથી સૌથી ઉત્તમ ૩ પ્રોજેક્ટ્સને સન્માનિત કરવામાં આવશે તેમજ આગળ વધુ સફળતા માટે તેઓને સલાહકારોની મદદ પણ મળી રહેશે. આ ઓપન-હાઉસમાં આપણા રાજ્યનાં શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, તકનિકી શિક્ષણમંત્રી શ્રી જયદ્વથસિંહ પરમાર, શિક્ષણના મુખ્ય સચિવ શ્રીમતિ અંજુ શર્મા, IIM-A ના પ્રોફેસર અનીલ ગુપ્તા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ પણ નૌંધવામાં આવશે.
વીજીઇસી ના આચાર્ય શ્રીમતિ રાજુલ ગજ્જરનું માનવું છે કે, “આ ઓપન-હાઉસ વિદ્યાર્થીઓ માટે એક એવો અનેરો અવસર છે કે જેમાં વિદ્યાર્થીઓ પોતાની લાક્ષણિકતાઓ તેમજ તેમના પ્રોજેક્ટ્સ દુનિયા સામે પ્રસ્તુત કરી તેમની યોગ્યતા સાબિત કરી શકે છે. વિદ્યાર્થીઓની આ મહેનત સફળ રહે તેવી આશા.”
આ કાર્યક્રમમાં દરેક મુલાકાતીનું ૧૨-૧૩ એપ્રિલે સવારે ૧૦ થી સાજંના ૫ સુધી વીજીઇસીના પરિસરમાં સ્વાગત છે.

હેડ મુવમેન્ટ કંટ્રોલ વિહલ ચેર

અંકિત ધખાર , અભિષેક ભટ્ટ અને અંકિત તિવારી એ બીમાર આરોગ્ય ધરાવતા ને મોટી ઉંમરના અને શારીરિક વિકલાંગ વ્યક્તિઓ માટે આંદોલન માટે સ્વાતંત્ર્ય માટે જરૂરિયાત વ્હીલચેર જે હેડ મુવમેન્ટ મારફતે ખસેડી શકો છો બનાવવા માટે ચૂકી હતી. ઍક્સીલરોમીટરનો ઉપકરણ આધારિત ટ્રાન્સમીટર વ્યક્તિ કેપ પર બિલ્ટ-ઇન છે આદેશ સંકેતો જેમને રીસીવર વ્હીલચેર પર ગોઠવાયેલા દ્વારા પ્રાપ્ત થાય પેદા કરે છે. આ વ્હીલચેર હેડ મુવમેન્ટ અનુસાર તમામ ચાર દિશાઓ ખસેડવાની સક્ષમતાં ધરાવે છે. હેડ મુવમેન્ટ પર આધારિત વ્હીલચેર આ પ્રકારના ઉત્પાદન અને વિદેશી બજારની સરખામણીમાં નજીવી કિંમતે વેચી શકાય તે રીતે તૈયાર કરેલ છે. આ પરેશાની-રહિત થર્ડ જનરેશન વેચાણપાત્ર પ્રોજેક્ટ વહન 120 કી. ગ્રા. વજન કોઈ જાળવણી કર્યા છે,

પાવર ઇલેક્ટ્રોનિક્સ આધારિત સોલર ગ્રાસ કટર
સૂર્ય ઉર્જા આધારિત સોલર ગ્રાસ કટર ની મદદ સાથે લીલા ઘાસ આકાર દ્વારા પર્યાવરણ બચાવવા માટે રાજ પંચાલ, દીપક ટેન્ક, જય પટેલ અને એન્જલ એન્ગ્રેવાર દ્વારા તૈયાર પ્રોજેક્ટ કરેલ છે. તેની ડિઝાઇન વાળ ટ્રીમરમાં પ્રેરિત થઇ કરવામાં આવી છે, કારણ કે તેઓ કટીંગ અને ટ્રિમિંગ માટે બ્લેડની જ ગતિ જવાબદાર છે. કટર બ્લેડ કાંસકો આકાર સમાન છે જેનાંથી પાવર નો વ્યય બીજા મશિન કરતાં ઓંછો થાય છે. અકુશળ વ્યક્તિ સરળતાથી આ કટર વાપરી શકો છો અને આ મશીન ની કીમત બજાર માં હાલ મળતા મશીન કરતા ૫૦ % થી પણ ઓછી છે. તેઓ કોર્ડલેસ ડિઝાઇન મારફતે માનવબળ પ્રશ્નોનો ઉકેલવા માટે પ્રયત્ન કર્યો છે. બેટરી કદ અને અસાધારણ ડિઝાઇન વધારવા દ્વારા પણ આ પ્રોજેક્ટ સરળતાથી અસરકારક રીતે માર્કેટિંગ કરી શકાય છે. તેઓ આ પ્રોજેક્ટ પેટન્ટ-શીપ મેળવવા માટે નોંધણી માટે આયોજન કરવામાં આવે છે.

સોલાર પાવર એલઈડી લાઈટ વિથ ઓટો ઈંન્ટેસિટી કન્ટ્રોલ
આંધળે જ્ઞાનેશ્વર હરિભાઈ , જાધવ હિમેશ ભરતભાઈ , ગામીત કમલેશ મહેશભાઈ , ગામીત કમલેશ પ્રવીણભાઈ એ આ પ્રોજેક્ટ એક ઔટોમટીક લાઈટ છે જેમાં જેમ અંધારું થતું જાય તેમ લાઈટનો પ્રકાશ ધિરે ધિરે વધતો જાય છે અને જેમ અજવાળું થતું જાય તેમ લાઈટનો પ્રકાશ ધિરે ધિરે ઘટતો જાય છે.ટૂંકમાં અંધારામાં જાતે લાઈટ ચાલુ થઇ જશે અને સંપૂર્ણ સૂર્યપ્રકાશમાં લાઈટ બંધ થયી જશે અને પૂર્ણ પ્રોજેક્ટ સુર્યપ્રકાશ પર કામ કરશે.જે ૮-૧૦ કલાક સુધી કામ કરશે.

ઇન્ડક્સન મોટર કંટ્રોલ યુસિંગ સાઈન વેવ ઇન્વટર
કિશન પટેલ , ભાવિન પટેલ, મો. અશરફ શેખ, અબ્દેઅલી વાકાનેરવાળા ઘરમાં વીજળીની બચત કરવામાટે સાયીન વેવ ઇન્વર્તર શ્રેષ્ઠ ઉપાય છે. આ ઉપરાંત ઇન્વર્તરની ઓપરેટીંગ લાયીફ લાંબી છે. ઘરમાં તેમજ ઔધ્યોગિક એપ્લીકેશનોમાં વેરિયેબલ પાવર સપ્પ્લય કરી સકે છે. સાયીન વેવ ઇન્વર્તર મોંગા ઉપકરણો જેવા કે એર કંડીશનર, વોશિંગ મશીન ,રેફ્રીજરેટરમાં ઉપયોગી બનીને ઉપકરણોને હાય વોલ્ટેજ સામે પ્રોટેક્સન પણ આપી શકે છે.

મેગલેવ સિસ્ટમ
મયુર જેઠવા, મો. ફુઝેલ મોમીનસુથાર , આશિષ લાડ , ભાવિક ઠક્કર એ મેગ્નેટીક લેવિટેશન ને ટુંકા સ્વરૂપે મેગલેવ કેહવામાં આવે છે. મેગલેવ સિસ્ટમ નું મૂખ્ય આકર્ષણ તેની ઘર્ષણમુક્ત ઝડપ, ઉચ્ચ કાર્યક્ષમતા, ઓછી મેઇન્ટેનંસ કોસ્ટ, પ્રદુષણમુક્ત સંચાલન વગરે છે. આ બધા ફાયદાઓ ને કારણે ચીન, જાપાન, જર્મની જેવા વિકષિત દેશો નું ધ્યાન ખેચ્યું છે. હાલ જાપાન તેની મેગલેવ ટ્રેન ને ૬૦૩ કી.મી./કલાક ની ઝડપ સુધી લઇ ગયું છે. મેગલેવ સિસ્ટમ હાલ તેના વિકાસશીલ તબક્કા માં છે. તેને વ્યવહારુ અને કોસ્ટ ઇફેક્ટીવ બનાવવા માટે સંસોધન કાર્ય અને ઇનોવેશન જરૂરી છે. વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ના ચાર વિદ્યાર્થીઓ એ મેગલેવ ને ભારત માં પ્રચલિત કરવા માટે નું બીડું ઝડપ્યું છે.

સિંગલ ફેઝ PWM રેકટીફાયર ટ્રેકસન માટે ઉપયોગ
દૈવિક માંડવિયા, યશ ગજ્જર , સિધ્ધાર્થ મોઢવાડિયાઅને મિતંજ પટેલ ઇન્ડસ્ટ્રીઝ માં લો પાવર ફેક્ટર ને દુર કરવા માટે PWM રેક્ટીફાયર એક શ્રેષ્ઠ ઉપાય છે. આ રેકટીફાયર યુપીએસ માં અને ડીસી મોટર વગેરેમાં ઉપયોગ થાય છે. આ PWM રેકટીફાયર ઉપયોગ કરવાથી ટીએચડી અને લોસીસ ઓછા થાય છે.

સ્થાનિક વિધુત લોડ ને ઓટોમેટીક કન્ટ્રોલ કરીને વિધુત ઉર્જા નું સંરક્ષણ
પરમાર પંકજ, માવી ઉત્તમ , વસાવા પિંકેશ , પટેલ મયુર આ પ્રોજેક્ટ માં ઓટોમેટીક લાઈટ, પંખા ચાલુ બંધ થાય છે. આપણા ઘરમાં પ્રવેશ કરતા આર્ડીનો માં પ્રોગ્રામ ચાલુ થશે. અને પંખા ટેમ્પ્રેચર ચેક કરીને ચાલુ થશે, અને અંધારું હશે ત્યારે બલ્બ ચાલુ થશે. પણ, જો દીવસે બલ્બ ચાલુ કરવો હશે તો તાળી પાડીને બલ્બ ચાલુ કરી શકાશે.

સિંગલ ફેસ મોડ્યુલર મલ્ટી લેવલ ઈન્વરટર
મયંક અમીપરા , અક્ષય પંચાલ, મનિષ ઠાકુર, તુષાર ઠુમ્મર એ જયારે હાઈ પાવર ઇનદકસન મોટર ની સ્પીડ કન્ટ્રોલ કરવી હોય ત્યારે મોડ્યુલર મલ્ટી લેવલ ઈન્વરટરનો ઉપયોગ કરવામાં આવે છે. અમારા પ્રોજેક્ટ નું મહત્વ એ છે કે જયારે કોઈ પણ ૧ એચ-બ્રીઝ મોડ્યુલ બંધ થઇ જઈ ત્યારે પણ અમારું ઈન્વરટર સતત ચાલુ રેહશે પણ સ્ટેપ ઘટી જશે (દા.ત. : ૫ સ્ટેપ થી ૩ સ્ટેપ). આ પ્રોજેક્ટ નો ઉપયોગ એચવીડીસી પાવર સિસ્ટમ માં પણ થઇ શકે છે.

૧૫૦º કન્ડકસન મોડ થ્રી ફેસ વોલ્ટેજ સોર્સ ઇન્વેરટર
પટેલ જાનકી, પટેલ નિશા, નાયર અથુલ્યા, ઠક્કર કવીના વોલટેજ સોર્સ ઈન્વરટર હાય પાવર એપ્લીકેશન માં વપરાઈ છે. ૧૫૦º કન્ડકશન મોડ ઈન્વરટર નો ઉપયોગ કરીને હાર્મોનિક કન્ટેન્ટ ઓછા કરી શકાય છે. અને આઉટપુટ લેવલસ, ૧૮૦º અને ૧૨૦º કન્ડકસન ની સરખામણી માં વધારે મળે છે. ૧૫૦º કન્ડકશન મોડ માં ટીએચડી અને ડીએફ એ ૧૮૦ º અને ૧૨૦º કન્ડકશન મોડ કરતા ટકાવારીમાં ઓછુ હોય છે. તેથી ૧૫૦º કન્ડકશન મોડ ઈન્વરટર ની એફિશ્યનશી ૧૮૦º કન્ડકશન અને ૧૨૦º કન્ડકશન મોડ ઈન્વરટર કરતા વધારે હોય છે.

પ્રોગ્રામેંબલ લોજીક કનટ્રોલર દ્વારા બોયલર નું ઓટોમેંટીક કન્ટ્રોલ
બંસરી નાયક, એશ્વર્યા પરમાર, સોનાલી ગુપ્તા એ આ પ્રોજેક્ટ ઓટોમેસન સાથે સંલગ્ન છે જેમાં અમે એના મૂખ્ય સાધન પીએલસી પર કામ કર્યું છે. અને એનો ઉપયોગ કરીને બોયલર ના ત્રણ જુદા જુદા પેરામીટર જેવો કે તાપમાન, દબાણ અને પાણી ના સ્તરનું અવલોકન તેમ જ તેનું કન્ટ્રોલ પણ કરી રહ્યા છે. આ ઉપરાંત અમારા પ્રોજેક્ટ ના ઘણા ફાયદા પણ છે જેવા કે ઓછા હ્યુંમન એફ્ફોર્ત્સ ના લીધે માણસ ની જાનહાની માં ઘટાડો થઇ છે અને સલામતી માં વધારો થઇ છે, જે અમારા પ્રોજેક્ટ નો પ્રથમ ધ્યેય હતો. આ ઉપરાંત એનું સારસંભાળ નો ખર્ચો ઓછો હોવાથી નાની કંપની ને પરવડે છે. આ કોન્સેપ્તનો ઉપયોગ પાવર જનરેશન પ્લાન્ટ, ફાર્માસ્યુટિકલ કંપની, ફુડ પ્રોસેસિંગ કંપની વગેરે માં થાય છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s