વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને તેઓમાં નૈતિક મૂલ્યોનું સિંચન થાય તેના માટે પહેલ

જીટીયુના સીપીડી કાર્યક્રમમાં આઈ-બીકમ મોબાઈલ એપથી ભણાવાશે

રાજકોટના શ્રી રામકૃષ્ણ આશ્રમના સહયોગથી ડિજીટલયુગમાં જીટીયુની નવતર યોજના

અમદાવાદઃ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને તેઓમાં નૈતિક મૂલ્યોનું સિંચન થાય તેના માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી આઈ-બીકમ નામનું ફ્રી મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવ્યું છે. આ એપ વિદ્યાર્થીઓને અભ્યાસ, પરીક્ષા અને કારકિર્દી ઘડતર એ ત્રણેયમાં મદદરૂપ બનશે. વિદ્યાર્થીઓની માનસિકતા કે વિચારધારા બદલાય તેના માટે પ્રેરણાદાયી ટીપ્સ પણ આ એપમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ સ્વથી માંડીને સમાજ સુધીની પ્રગતિમાં સહભાગી બને એવા સ્વામી વિવેકાનંદની વિચારધારાને આ એપમાં વણી લેવામાં આવી છે. રાજકોટના શ્રી રામકૃષ્ણ આશ્રમના સહયોગથી જીટીયુએ આ નવતર પહેલ કરી છે.

નૈતિક મૂલ્યોના સિંચનનો આ કાર્યક્રમ શરૂ કરનાર જીટીયુ ભારતની પહેલી યુનિવર્સિટી છે. આ એપ વપરાશમાં સરળ છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરફથી બનાવવામાં આવેલા વિવિધ પંચોએ નૈતિક મૂલ્યો આધારિત શિક્ષણની ભલામણ કરી છે, પણ હજી સુધી તે દિશામાં નક્કર પગલાં લેવાયા નથી. આવા સંજોગોમાં જીટીયુનું આ એપ વિદ્યાર્થીઓને ઉપયોગી નિવડશે. વિદ્યાર્થીઓના અભ્યાસની સાથોસાથ તેઓના વર્તણૂક અને વ્યવહાર પણ એટલા જ મહત્ત્વના છે, એમ જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે જણાવ્યું હતું. તેમણે આ બાબતમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનું ઉદાહરણ આપ્યું હતું અને ઉમેર્યું હતું કે કલામના શિક્ષક આયંગરે રામેશ્વરમમાં વિદ્યાર્થીઓને પક્ષીઓ કેવી રીતે ઊડે છે તે રસપૂર્વક ભણાવ્યું ત્યારથી કલામમાં સ્પેસ સાયન્ટીસ્ટ બનવાની પ્રેરણાના બીજ રોપાયા હતા.

રાજકોટના શ્રી રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદજી કે જેઓ જીટીયુના સીપીડીપી તથા જીટીયુ ઈનોવેશન કાઉન્સિલના સંકુલ દિવસ સમારોહ સાથે વર્ષોથી સંકળાયેલા છે, તેમણે આ નવતર પહેલમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે એપ લોન્ચ પ્રસંગે જણાવ્યું હતું કે માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાથ ધરેલા ડિજીટલ ઈન્ડિયા અભિયાન અંતર્ગત આધાર કાર્ડ અને અન્ય વ્યવસ્થા એન્જિનયરીંગ, કોમર્સ અને ઈ-કોમર્સ સહિતના તમામ ક્ષેત્રોમાં ઉપયોગી છે. સામાન્ય જનતાને પણ આ અભિયાનથી અનેક ફાયદા થવાના છે. એવી પરિસ્થિતિમાં યુવાપેઢી સ્માર્ટ ફોન સહિતની ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરતી હોવાથી તેઓમાં સંસ્કાર અને નૈતિક મૂલ્યોનું સિંચન પ્રેરણાદાયી પુસ્તકોથી કરવાને બદલે એપના ઉપયોગથી કરવાનો માર્ગ અમે અપનાવ્યો છે. બીજી બાજુ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાનો નિર્ણય લીધો છે. તેમાં પણ આ એપને સાંકળી લેવાય એમ અમે ઈચ્છીએ છીએ. વર્ષ 1980થી આવેલી ડિજીટલ ક્રાંતિ અંતર્ગત ભારત વિશ્વ સાથે તાલમેલ કરવામાં અગ્રેસર રહ્યું છે. આ સંજોગોમાં નૈતિક મૂલ્યોનું જ્ઞાન આપતા આ એપને ગુજરાતી સહિતની અન્ય ભાષાઓમાં રજૂ કરવાની યોજના છે.

જીટીયુ છેલ્લા ચાર વર્ષથી કન્ટ્રીબ્યુટરી પર્સનાલિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (સીપીડીપી) ચલાવે છે, જેમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોના વ્યક્તિત્વ વિકાસને લગતા વિવિધ પાસાંઓના છણાવટ કરવામાં આવે છે. આ કાર્યક્રમની સફળતાને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ સાયન્સ (આઈઆઈટી) દિલ્હીએ પણ એવા જ પ્રકારનો કાર્યક્રમ અમલમાં મૂક્યો છે અને તે સંસ્થાના 24 પ્રાધ્યાપકો આ કાર્યમાં સંકળાયેલા છે. તેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને અભિગમ અને માનસિકતા બદલીને તેઓને સ્વભાવથી જ સક્રિય બનાવવાનો છે. વિદ્યાર્થીઓમાં નૈતિકતાના મૂળિયા મજબૂત હશે તો તેઓ સફળ બની શકશે. આ એપ શરૂ કરવા પાછળનો હેતુ વિદ્યાર્થીઓ નોકરી ઈચ્છુક નહિ પણ કારકિર્દીના ઘડવૈયા બને એવો છે. તેઓ ગાડરીયા પ્રવાહને બદલે સિંહ જેવી વિચારધારા ધરાવતા થાય એવો આ એપનો ઉદ્દેશ છે, એમ એપ બનાવવામાં ટેકનિકલ આધાર પૂરો પાડનાર ઈલ્યુમાઈન નોલેજ રિસોર્સિઝના સીઈઓ શ્રીનિવાસ વેંકટરામે જણાવ્યું હતું.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s