ગુજરાતનું ગૌરવઃ ઈન્ડિયન સોસાયટી ઑફ ફાર્માકોગ્નોસી તરફથી ડૉ. નવીન શેઠને લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ

અમદાવાદઃ ભારતમાં જડીબુટ્ટીઓ એટલે કે હર્બલ ડ્રગ અને તેને લગતી ટેકનોલોજીના ક્ષેત્રની સર્વોચ્ચ વ્યાવસાયિક સંસ્થા ઈન્ડિયન સોસાયટી ઑફ ફાર્માકોગ્નોસી તરફથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ.) નવીન શેઠને ચાલુ વર્ષના લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉ. શેઠે ફાર્માકોગ્નોસીમાં તેમજ તેને લગતા સંશોધનોમાં કરેલા વિશેષ પ્રદાન બદલ તેમને જીવનગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
ઈન્ડિયન સોસાયટી ઑફ ફાર્માકોગ્નોસીમાં દેશભરના અગ્રગણ્ય હર્બલ ડ્રગ સાયન્ટીસ્ટ તેમજ ફાર્માકોગ્નોસીના વ્યાવસાયિકો સંકળાયેલા છે. આ સોસાયટી દ્વારા તેઓના રાષ્ટ્રીય અધિવેશનમાં દર વર્ષે સમગ્ર ભારતમાંથી એક વ્યક્તિને લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે. આ અગાઉ આ એવોર્ડ હાંસલ કરનારાઓમાં ગુજરાતમાંથી એલ.એમ. કૉલેજના ડૉ. જે.સી. ભાવસાર અને ડૉ. માલતીબેન ચૌહાણ તેમજ એમ.એસ. યુનિવર્સિટીના ડૉ. એસ.એચ. મિશ્રાનો સમાવેશ થાય છે. ઈન્ડિયન સોસાયટી ઑફ ફાર્માકોગ્નોસીનું 21મું વાર્ષિક રાષ્ટ્રીય અધિવેશન મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં દેવગીરી ઈન્સ્ટીટ્યુટ ઑફ એન્જીનિયરીંગ એન્ડ મેનેજમેન્ટ ખાતે યોજાયું હતું.
આ અધિવેશનમાં કે.એલ. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તેમજ ઈન્ડિયન સોસાયટી ઑફ ફાર્માકોગ્નોસી રાષ્ટ્રીય સલાહકાર પ્રો. સી.કે. કોકાટે તથા સોસાયટીના પ્રમુખ શ્રી વી.કે. દીક્ષિતના હસ્તે પ્રો. (ડૉ) શેઠને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તે પ્રસંગે મહારાષ્ટ્ર ટેકનિકલ શિક્ષણ ખાતાના નિયામક ઉપરાંત ગવર્નમેન્ટ ફાર્મસી કૉલેજના પ્રિન્સીપાલ ડૉ. વી.કે. મોર્ય સહિત દેશભરમાંથી અનેક અગ્રણીઓ ઉપસ્થિત હતા. પ્રો. (ડૉ) શેઠને એવોર્ડ, શાલ અને સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યા હતા.
સોસાયટીએ સ્મૃતિચિન્હમાં એવી નોંધ કરી છે કેઃ પ્રો. (ડૉ) શેઠે ફાર્માકોગ્નોસી તથા ફાયટોકેમિસ્ટ્રી વિદ્યાર્થીઓને શિખવવા તેમજ તે ક્ષેત્રના સંશોધનોમાં કરેલા નોંધપાત્ર પ્રદાન બદલ તેમને જીવનગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે. તેમણે અનેક સ્નાતક, અનુસ્નાતક તેમજ પીએચડીના વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં સચોટ માર્ગદર્શન પૂરૂં પાડ્યું છે. સંશોધનોમાં તથા સોસાયટીને મજબૂત બનાવવામાં પણ તેમનો સિંહફાળો રહ્યો છે. આ કામગીરી બજાવવામાં તેમની પ્રામાણિકતા, સમર્પણ, નિષ્ઠા અને સંકલ્પબળને ધ્યાનમાં રાખીને તેમને આ એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. અહીં એ ઉલ્લેખનીય છે કે પ્રો. (ડૉ) શેઠ એઆઈસીટીઈના ફાર્મસી શિક્ષણ વિભાગના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી રહ્યા છે. જીટીયુમાં વાઈસ ચાન્સેલર તરીકેની કામગીરી સંભાળી તે અગાઉ તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્માસ્યુટીકલ સાયન્સ વિભાગના વડા તરીકે અને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં સભ્યપદે કાર્યરત હતા.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s