જીટીયુના એન્જીનિયરીંગ અને ફાર્મસીના વિદ્યાર્થીઓને કેનેડા, અમેરિકા કે રશિયા અભ્યાસ કરવા જવાની તક

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના એન્જીનિયરીંગ અને ફાર્મસીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને કેનેડા અથવા અમેરિકા કે રશિયા અભ્યાસ કરવા જવાની તક દર વર્ષે પૂરી પાડવામાં આવે છે. જીટીયુ વર્ષ 2011થી જૂન-જુલાઈમાં આશરે 300થી વધુ વિદ્યાર્થીઓને દર વર્ષે આવી રીતે વિદેશ મોકલે છે.

જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી રહેલા આ ઈન્ટરનેશનલ એક્સપિરીયન્સ પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીએ બે મહિના વિદેશમાં રહીને બે વિષયનો અભ્યાસ કરવો પડે છે અને ત્યાંની પદ્ધતિ અનુસાર ઈન્ટરનલ પરીક્ષા, સતત મૂલ્યાંકન અને ફાઈનલ પરીક્ષા પણ આપવી પડે છે. વિદ્યાર્થીઓએ ઈન્ડસ્ટ્રીયલ મુલાકાતથી માંડીને પ્રેક્ટીકલ જ્ઞાન મેળવવા સહિતની તમામ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવાનો રહે છે. તે ઉપરાંત વિદેશી પ્રાધ્યાપકોએ સૂચવેલા પ્રોજેક્ટો કે કેસ સ્ટડી પણ વિદ્યાર્થીએ તૈયાર કરવાના રહે છે. આ બધા માટે વિદેશી પ્રોફેસરો વિદ્યાર્થીને બે વિષયની ક્રેડિટ આપે છે. સ્વદેશ પરત આવ્યા બાદ વિદ્યાર્થીએ વિદેશમાં ભણ્યા હોય તે વિષયની પરીક્ષા જીટીયુમાં આપવી પડતી નથી. બે મહિનાની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને તે દેશના ફરવાલાયક સ્થળોની મુલાકાતે પણ લઈ જવામાં આવે છે અને તેઓને વિદેશના વિદ્યાર્થીઓ તથા સ્થાનિક લોકોને મળવાની તક ઉપલબ્ધ બને છે.

વિદેશની યુનિવર્સિટીઓ સાથે જીટીયુના કરાર હોવાથી અભ્યાસની ફી ચૂકવવી પડતી નથી, પણ વિદેશમાં રહેવા-જમવાથી માંડીને ઈન્ડસ્ટ્રીયલ મુલાકાત અને અન્ય પ્રવૃત્તિઓની ફી વિદ્યાર્થીઓએ આપવાની રહે છે. આ કાર્યક્રમમાં ભાગ લેતા વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનમાં આંતરરાષ્ટ્રીય અનુભવ મેળવવાનો મોકો મળે છે. આ કાર્યક્રમમાં સફળતાપૂર્વક સહભાગી બનેલા વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટી તરફથી ઈન્ટરનેશનલ એક્સપિરીયન્સ સર્ટીફિકેટ આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય અનુભવ મેળવવાનો ફાયદો વિદ્યાર્થીને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા જવા માટે કે બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરવા જવાનું થાય ત્યારે તેમાં મળે છે. જીટીયુના નિયમિત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ આ કાર્યક્રમમાં સહભાગથી તેઓને વધારાની સિદ્ધિ હાંસલ થાય છે. તે ઉપરાંત વિદ્યાર્થીને તે રાષ્ટ્રની સંસ્કૃતિ અને તે દેશના રહેવાસીઓની જીવનશૈલિને જાણવાનો અને માણવાનો મોકો મળે છે.

અમેરિકામાં ઈલેકટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, ઈલેકટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન, ઈલેકટ્રોનિક્સ, ઈલેક્ટ્રીકલ, મિકેનીકલ એન્જીનિયરીંગના અભ્યાસની તક આપવામાં આવે છે. કેનેડામાં કૉમ્પ્યુટર એન્જીનિયરીંગ, કૉમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનિયરીંગ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, એમસીએ, બી ફાર્મ તેમજ રશિયામાં સિવીલ એન્જીનિયરીંગના અભ્યાસની તક પૂરી પાડવામાં આવે છે. જીટીયુના જે વિદ્યાર્થીઓએ બીઈ – ઈલેકટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન, ઈલેકટ્રોનિક્સ, ઈલેક્ટ્રીકલ, મિકેનીકલ એન્જીનિયરીંગમાં સેમેસ્ટર-6 સુધીનો અભ્યાસ કર્યો હોય અને 2017ના વર્ષની ઉનાળુ પરીક્ષાઓમાં ભાગ લેવાના હોય તેઓ આ કાર્યક્રમ માટે અરજી કરી શકે છે. અરજી કરવા માટે વિદ્યાર્થીએ સેમેસ્ટર-પ સુધીની પરીક્ષાઓમાં 5.0 સીપીઆઈ કે સીજીપીએ મેળવેલા હોવા જોઈએ. અરજી કરતી વખતે વિદ્યાર્થીને બેથી વધારે બેકલોગ ન હોવા જોઈએ અને બેકલોગ ધરાવતા વિદ્યાર્થીએ 5.5 સીપીઆઈ કે સીજીપીએ મેળવેલા હોવા જોઈએ. આ કાર્યક્રમ માટે અરજી કરતા વિદ્યાર્થીઓએ એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે વિદેશની યુનિવર્સિટીમાં પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીના પેપરોનું રિચેકીંગ કે રિએસેસમેન્ટ કરવામાં આવતું નથી. વિદેશના પ્રાધ્યાપકો જે ક્રેડિટ આપે તે જીટીયુના ફાઈનલ પરિણામ તરીકે સ્વીકારી લેવું પડે છે. રજીસ્ટ્રેશન માટે લિંકઃ http://iep.gtu.ac.in/registration.aspx

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s