જીટીયુ રાષ્ટ્રીય રોબોકોનમાં 21 કૉલેજોના 39 સભ્યોની ટીમને પૂણે મોકલશે

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)એ રોબોકોન – 2017 માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પૂણેમાં બીજીથી ચોથી માર્ચ, 2017 દરમિયાન યોજાનારી રાષ્ટ્રીય રોબોકોન સ્પર્ધા માટે જીટીયુ 39 સભ્યોની ટીમ મોકલશે. આમાં 37 વિદ્યાર્થીઓ અને બે ફેકલ્ટી મેમ્બરોનો સમાવેશ થાય છે. જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ.) નવીન શેઠના હસ્તે જીટીયુની રોબોકોન ટીમનું 22મી ફેબ્રુઆરીના રોજ સન્માન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય સ્પર્ધામાં જે વિજેતા બને તે ટીમને જાપાનના ટોકિયો શહેરમાં ઓગસ્ટ – 2017માં યોજાનારી રોબોકોનમાં ભાગ લેવાની તક મળશે. આ વખતે આંતરરાષ્ટ્રીય રોબોકોન-2017 માટે અસોબી થીમ નક્કી કરવામાં આવ્યું છે. અસોબી ડિસ્ક ફેંકવાની જાપાનની પરંપરાગત સ્પર્ધા છે. યુવાપેઢીમાં તે અંગે જાગૃતિ વધે તે હેતુસર આવો થીમ રાખવામાં આવ્યો છે. સ્પર્ધામાં ભાગ લેનારી પ્રત્યેક ટીમે રોબો ત્રણ મિનીટમાં થાંભલાઓ વચ્ચેથી અંતરાયો ઓળંગીને ડિસ્ક નિશાન સુધી પહોંચે એવા પ્રયાસો કરવાના રહેશે.

જીટીયુના કોમ્યુનિટી ઈનોવેશન એન્ડ કો-ક્રિએશન સેન્ટર(સીઆઈસીથ્રી) તરફથી જીટીયુ રોબોકોન ટીમને તાલીમ આપવામાં આવી હતી. તેમાં સોફ્ટવેર અને કમ્પોનન્ટ બંને પ્રકારની તાલીમને આવરી લેવામાં આવી હતી. તેનો હેતુ વિદ્યાર્થીઓમાં ટીમવર્ક વધે, સંઘભાવના ઉત્પન્ન થાય, વ્યવસ્થાનું નિર્માણ થાય, માનસિક તાણ ન આવે, નિર્ણય લેવાની ક્ષમતા વધે એવા પ્રયાસો કરવાનો હતો. પ્રતિભાશાળી યુવક-યુવતીઓને પોતાની કામગીરી બતાવવાની તક મળી રહે તે હેતુસર જીટીયુની ટીમ રોબોટીક્સમાં ભાગ લઈ રહી છે.

જીટીયુની ટીમ 27મી ફેબ્રુઆરીના રોજ રવાના થઈ 28મીએ પૂણે પહોંચશે. ત્યાં પ્રેકટીસ સત્રોમાં તેઓ ભાગ લેશે. ત્યારબાદ બીજી અને ત્રીજી માર્ચે સ્પર્ધા તેમજ ચોથી માર્ચના રોજ ફાઈનલ યોજાશે. એન્જીનિયરીંગ વિદ્યાર્થીઓ ઉદ્યોગ અને સમાજને બહેતર પ્રદાન કરી શકે તેના માટે દર વર્ષે એશિયા-પેસીફિક બ્રોડકાસ્ટીંગ યુનિયન તરફથી રોબોકોન યોજવામાં આવે છે. તે સ્પર્ધામાં ચોક્ક્સ સમયમર્યાદા નક્કી કરવામાં આવે છે. યુવાપેઢી વચ્ચે સમન્વય વધે તે આ સ્પર્ધાનો એક ઉદ્દેશ છે.

img_7281 img_7272

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s