જીટીયુની 18 કૉલેજોના 78 વિદ્યાર્થીઓએ સામાજીક સમસ્યાઓ હલ કરવા 12 પ્રોજેક્ટો વિકસાવ્યા

ડિઝાઈન થિંકીંગ વિશે વિદ્યાર્થીઓ માટેનો વીક-એન્ડ વર્કશોપ સંપન્ન

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી 18 અને 19મી ફેબ્રુઆરીના રોજ ડિઝાઈન થિંકીંગ વિશે વીક-એન્ડ વર્કશોપ ચાંદખેડા કેમ્પસમાં યોજાયો હતો. જેમાં જીટીયુ સંલગ્ન 18 કૉલેજોના 78 વિદ્યાર્થીઓએ વિવિધ સામાજીક સમસ્યાઓ હલ કરવામાં ઉપયોગી બની શકે એવા 12 પ્રોજેક્ટો વિકસાવ્યા હતા.

આ વર્કશોપમાં વિદ્યાર્થીઓ પોતાની આસપાસના પરિસરમાંની સમસ્યાઓ વિશે વિચારતા થયા હતા. આ કાર્યક્રમમાં તેઓ ડિઝાઈન થિંકીંગના વિવિધ પાસાંઓ જેવા કે સમસ્યાની ઓળખ મેળવવી, તેમાંની જરૂરિયાતોની જાણકારી મેળવવી, આઈડિયેશન, સ્કેચ બનાવવા, પ્રોડક્ટ વિકસાવવી અને પ્રોટોટાઈપ ટેકનિક વગેરે શિખ્યા હતા. જીટીયુ દ્વારા એન્જીનિયરીંગના તમામ વિભાગોમાં ડિઝાઈન એન્જીનિયરીંગનો વિષય ત્રીજા સેમેસ્ટરથી ભણાવવામાં આવે છે. જેમાં ડિઝાઈન થિંકીંગ વિશે વિદ્યાર્થીઓને વૈશ્વિક પ્રવાહોને અનુરૂપ જાણકારી મળી રહે એવા પ્રયાસો કરવામાં આવે છે. તેના ભાગરૂપે આ વીક-એન્ડ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શ્રેણીનો હેતુ એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ પ્રેક્ટીકલ કરીને વાસ્તવિક જીવનની મૂળભુત સમસ્યાઓ ડિઝાઈન થિંકીંગ વડે કેવી રીતે હલ કરી શકાય તે વિચારતા કરવાનો છે. આવા કાર્યક્રમોને કારણે વિદ્યાર્થીઓને નિષ્ણાતો સાથે વિચારોનું આદાનપ્રદાન કરવાની તક પણ સાંપડે છે. તે ઉપરાંત જાતે જ પ્રોજેક્ટો ડિઝાઈન કરવાનો જાતઅનુભવ પણ તેઓને મળી રહે છે, એમ જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો (ડૉ) નવીન શેઠે જણાવ્યું હતું.

આ વર્કશોપ અંતર્ગત 12 ટીમો બનાવવામાં આવી હતી. તેઓને સ્વચ્છતા, આરોગ્ય, ફુડ સ્ટોલધારકોની સમસ્યાઓ, પરિવહન – બીઆરટીએસ બસસેવા, ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, હૉસ્પિટલ મેનેજમેન્ટ, કન્ટ્રક્શન સાઈટની સમસ્યાઓ વગેરે મુદ્દાઓ આપવામાં આવ્યા હતા. તે સમસ્યાઓ કેવી રીતે હલ થઈ શકે તેના વિશે તેઓએ વિચારીને પ્રોજેક્ટો બનાવ્યા હતા.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s