ગાંધીયન યંગ ટેક્નોલોજી ઈનોવેશન એવોર્ડ હાંસલ કરવામાં જીટીયુ દેશભરમાં મોખરે

અમદાવાદઃ છેલ્લા પાંચ વર્ષમાં સમાજઉપયોગી ઈનોવેટીવ પ્રોજેક્ટ હાથ ધરીને ગાંધીયન યંગ ટેક્નોલોજી ઈનોવેશન એવોર્ડ સૌથી વધારે સંખ્યામાં હાંસલ કરવાની બાબતમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)એ દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. સોસાયટી ફોર રિસર્ચ એન્ડ ઈનિશિયેટીવ્ઝ ફોર સસ્ટેનેબલ ટેકનોલોજીસ એન્ડ ઈન્સ્ટીટ્યુશન્સ (સૃષ્ટિ)ના ઉપક્રમે યુવાપેઢીના ઈનોવેશનને પ્રોત્સાહન આપવા દર વર્ષે ગાંધીયન યંગ ટેક્નોલોજી ઈનોવેશન એવોર્ડ આપવામાં આવે છે.

આ એવોર્ડ મેળવવા દેશભરની 700 યુનિવર્સિટીઓમાંથી વર્ષે 2000 ઈનોવેશન પ્રોજેક્ટો માટે 2000થી વધુ અરજીઓ આવે છે. જેના પર ત્રણ તબક્કામાં પસંદગી કરીને એવોર્ડ વિજેતાઓ નક્કી કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 182 ગાંધીયન યંગ ટેક્નોલોજી ઈનોવેશન એવોર્ડ આપવામાં આવ્યા હોવાનું તાજેતરમાં બહાર પડેલી આંકડાકીય માહિતી પરથી જાણવા મળે છે. આ આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં એવોર્ડ વિજેતા સંસ્થાઓમાં જીટીયુ, આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી કાનપુર દરેકને સર્વાધિક 15 એવોર્ડ હાંસલ થયા છે. જીટીયુના વિદ્યાર્થીઓએ દરેક વખતે ઉજળો દેખાવ કરીને સામાજીક સમસ્યાઓ હલ કરવામાં આગેવાની લીધી છે તે બાબત જીટીયુ માટે ગૌરવપ્રદ છે, એમ યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડૉ. રાજુલ ગજ્જરે જણાવ્યું હતું.

ઈનોવેશન આધારિત ઈકોસિસ્ટમની વર્ષ 2010થી રચના કરનાર જીટીયુ ભારતની સૌપ્રથમ એફીલિયેટેડ પ્રકારની યુનિવર્સિટી છે. એન્જીનિયરીંગ ડિગ્રી મેળવવા જીટીયુ તરફથી 100 પોઈન્ટનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. જીટીયુ ઈનોવેટીવ આઈડિયા કે જે સામાજીક સમસ્યાઓ હલ કરવામાં ઉપયોગી બને તેવા પ્રોજેક્ટોનું પ્રોડક્ટમાં રુપાંતર કરવા સ્ટાર્ટ માટેના દેશના સૌપ્રથમ મેસીવ ઓપન ઓનલાઈન કોર્સનો પ્રારંભ કરનાર છે. જીટીયુ ઈનોવેશન કાઉન્સિલ તરફથી ઘડી કાઢવામાં આવેલી સ્ટાર્ટ અપ અને ઈનોવેશનને લગતી નીતિ અન્ય યુનિવર્સિટીઓ, રાજ્યો તેમજ રાષ્ટ્રીય નીતિ માટે પ્રેરણાદાયક બની છે. આવા સંજોગોમાં ગાંધીયન યંગ ટેક્નોલોજી ઈનોવેશન એવોર્ડ એન્જીનિયરીંગ, વિજ્ઞાન, બાયોટેક્નોલોજી, મેડિકલ, વીજળી, જળ શુદ્ધિકરણ અને અન્ય પ્રકારની ટેક્નોલોજી વિકસાવવામાં ઉપયોગી બની રહ્યા છે.

છેલ્લા બે વર્ષથી ગાંધીયન યંગ ટેક્નોલોજી ઈનોવેશન એવોર્ડ એનાયત કરવા માટેનો સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં ફેસ્ટીવલ ઑફ ઈનોવેશનમાં યોજવામાં આવે છે. આગામી સમારંભ પાંચમી માર્ચ, 2017ના રોજ યોજાશે.

યુનિવર્સિટી કે સંસ્થા મળેલા એવોર્ડ
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) 15
આઈઆઈટી દિલ્હી 15
આઈઆઈટી કાનપુર 15
આઈઆઈટી બૉમ્બે 14
આઈઆઈએસસી બૅંગ્લોર 13
આઈઆઈટી ખડગપુર 13
આઈઆઈટી ગૌહાટી 9
આઈઆઈટી મદ્રાસ 9
અણ્ણા યુનિવર્સિટી 7

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s